Wednesday, November 4, 2009

કેડી

૧.
આ નગરના
તોતીંગ રસ્તાઓમાં
કેડી ક્યાંક તો હશે
નહીં તો આમ
માથે ઓઢીને
આ નગરએની હૈયા વરળ કાઢે નહીં ટ્રાફિકના ધુમાડામા...!

૨.
મને માણસ કરતાં
કેડી જોવાંઆં ખૂબ મજા પડે છે
કારણકે કેડીમાં હોય છે "કવિતા".

૩.
કેડી જેવી કેડીનો પણ
એક ઈતિહાસ હોય છે
એ .... ગામડામાંથી નીકળી
શહેર ભણી ગઈ તે ગઈ...

૪.
કેડી ક્યારેક વાંકી ચૂકી
ચૂપચાપ ચાલી જતી હોય છે
જાણૅ કે
રાજકુંવરના ખભે વેતાળ

વરસાદ

૧.
મેં એક દિવસ
અષાઢ મહિનાના
ધોધમાર વરસતા વરસાદને પુછયું
અલ્યા વરસાદ !
તું આ મન મુકીને વરસવાનું
કોની પાસેથી શીખ્યો ?!
તો વરસાદ વરસતો જ રહ્યો
વરસતો જ રહ્યો રાતભર...


.હે, વરસાદ !
તારે જેટલો ધોધમાર
વરસવુ હોય તેટલુ વરસી લે.
પરંતુ આ કેડી તો
માણસે બનાવેલી છે ત્યાં કદી પણ
ઘાસ નહીં ઊગી શકે !

૩.
હું બારીમાંથી ધોધમાર વરસતા
વરસાદને જોઈ રહ્યો છું 'ને, 'મધુકાન્ત'ને બરબાદ !

૪.
માણસમાં ને વરસાદમાં
આટલો જ ફરક છે
વરસાદમન મૂકીને વરસે તો છે.....!